|
ઑસ્ટ્રેલિયા તરિકે ઓળખાતો દેશ, કે જેનું મુળ નામ કોમનવેલ્થ ઓફ ઑસ્ટ્રેલિયાછે, તે પૃથ્વીનાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. આ દેશ સાત ખંડો માંનાં એક ઑસ્ટ્રેલિયા ખંડનો મહદ્ અંશ છે. તેની રાજધાની કેનબેરા છે. ઑસ્ટ્રેલીયા દેશમાં વિશ્વનાં સૌથી નાનાં ખંડની મુખ્ય ભૂમિ, ટાસ્માનિયા નો મુખ્ય ટાપુ તથા હિંદ અને પ્રશાંત મહાસાગરના બીજા ઘણા ખરા ટાપુઓ નો સમાવેશ થાય છે.
રાજકિય રીતે ઓસ્ટ્રેલિયામાં છ રાજ્યો આવેલાં છે, ન્યુ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, ક્વીન્સલેન્ડ અને ટાસ્માનિયા. આ દરેકનાં પાટનગર અનુક્રમે સિડની/સીડની, મેલબોર્ન, પર્થ, એડિલેઇડ, બ્રિસ્બન અને હોબાર્ટ છે. આ છ રાજ્યો ઉપરાંત બે મુખ્ય પ્રદેશો (ટેરિટરિ) પણ આવેલાં છે. ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિ અને નોર્ધર્ન ટેરિટરિ, સ્વાભાવિક રીતે જ કેનબેરા તે ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિનું પાટનગર છે જ્યારે ડાર્વિન નોર્ધર્ન ટેરિટરિનું પાટનગર છે.
|